ભરૂચ શહેરમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના : રેલવે કમ્પાઉન્ડમાં અજાણ્યા ઈસમે ઝાડ સાથે લટકી ફાંસો ખાધો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ મૃતકની ઓળખ મેળવવા પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવને કારણે વિસ્તારના લોકોમાં ચકચાર સાથે ચિંતાનું માહોલ ફેલાયો છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!