દિયોદર સરપંચ શ્રી કિરણકુમારી ગિરીરાજસિંહજી વાઘેલા ની આગેવાની હેઠળ દિવાળીના તહેવારોને લઈ દિયોદર ગ્રામ પંચાયત કચેરી દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દિયોદર, બનાસકાંઠા

– આપણું ગામ સ્વચ્છ ગામના નારા સાથે દિયોદર વિસ્તારમાં કચરાના ઢગ સાફ કરાયા..*

દિવાળી તહેવાર ના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત ટીમ દ્વારા આપણું ગામ સ્વચ્છ ગામ મિશન સાથે દિયોદર વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં દિયોદર બજારમાં નાના-મોટા વેપારીઓને પંચાયત ટીમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિક ની થેલી નો ઉપયોગ તાળી કાપડની થેલીનો ઉપયોગ કરવો તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, પાર્લર કે પછી લારી ગલ્લાવાળા વેપારીઓને કચરાની ડોલ રાખવા ખાસ અનુરોધ કરાયો છે. જો સરપ્રાઈઝ ચેકિંગમાં વેપારીઓ કચરાની ડોલ નહીં જોવા મળે તો પ્રથમ વખત 1000 હજારો નો દંડ બીજી વખત ચેકીંગ દરમિયાન પકડાય તો ફરી પાછો 1000 હજાર નો દંડ સહિત પોલીસ કાર્યવાહી કરવામાં માટે ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવી છે.

દિયોદર ગ્રામ પંચાયત સરપંચ શ્રી કિરણકુમારી ગીરીરાજ સિંહજી વાઘેલા આગેવાની હેઠળ દિવાળી ના તહેવાર પહેલા ખાસ સફાઈ જુબેશન મિશન હાથ ધરવામાં આવી છે જેમાં દરબાર ગઢથી મેન બજાર સુધી , રેલ્વે સ્ટેશન રોડ, પુજા પાર્ક, ગોકુલનગર, જલારામ પાર્ક, પ્રગતિ નગર, સહિત અનેક વિસ્તારોમાં કચરાના ઢગ ગ્રામ પંચાયત ની ટીમ દ્વારા સાફ કરવામાં આવ્યા હતા..

અગાઉ પણ પ્લાસ્ટિક ઉપયોગ સામે પ્રતિબંધ મૂકાયો છે: રાજવી ગીરીરાજ સિંહજી વાઘેલા

દિયોદર રાજવી અને પૂર્વ દિયોદર ગ્રામ પંચાયત સરપંચ તેમજ વર્તમાન પંચાયત ના સદસ્ય ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ વેપારી તેમજ ગ્રામજનો નિયમ નો ઉલ્લંઘન કરી પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણું ગામ એ સ્વચ્છ ગામ મિશન પર દિયોદર વાસીઓ આગળ આવે અને ગામને પ્લાસ્ટિક મુક્ત કરીએ..

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર રમેશ ચૌધરી, દિયોદર – બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!