ધાનેરા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારોમાંથી કુલ ૭૨.૧૦૦ કિલો પ્રતિબંધિત પોસડોડા ઝપ્ત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ધાનેરા, બનાસકાંઠા

ધાનેરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલ અંતરીયાળ વિસ્તારમાં ધાનેરા પોલીસની ટીમે મોટી સફળતા મેળવી હતી. બાતમી ના આધારે પોલીસ દ્વારા નેનાવા હાઈવે રોડ પર લવારા સીમ વિસ્તારમાં એક બ્રેજા કાર નો પીછો કરવામાં આવતાં આરોપીઓ કાર છોડીને ફરાર થઈ ગયા હતાં પોલીસે કારની સઘન તપાસ કરતાં કારમાંથી કુલ ૭૨.૧૦૦ કિલો પ્રતિબંધિત પોષડોડા મળી આવ્યો હતો જેની બજાર કિંમત ૨.૧૬.૩૦૦ જેટલી થાય છે. જોકે કારની કિંમત ૫ લાખ ગણવામાં આવે તો કુલ મુદ્દામાલ ની કિંમત ૭.૧૬.૩૦૦ પહોંચે છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર અને તેમની ટીમે તકેદારી પુર્વક કાયૅવાહી કરતાં ગાડીનો કબજો લઈ ગુન્હો નોંધી અને આરોપીઓ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા ની બાજ નજર હેઠળ હવે કોઈ ગુનેગાર નેં બચવું મુશ્કેલ બન્યું છે. ધાનેરા – બનાસકાંઠા પોલીસ ની સતર્કતા ના કારણે કેફી પદાર્થો ની ગુજરાત માં આવક પર મોટો અંકુશ લગાવવામાં ધાનેરા પોલીસ ની આ કાયૅવાહી પ્રસંશનીય ગણાય રહી છે.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : વિષ્ણુ ભાઈ પિથાણી, બનાસકાંઠા

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!