બોડેલી, છોટાઉદેપુર
– બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કુલ કિં.રૂ.૬,૯૨,૦૦૦/-નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો
શ્રી સંદિપસિંધ પોલીસ, મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઈપ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા આગામી દીવાળીના તહેવાર અનુસંધાને જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે શ્રી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બોડેલી ડીવીઝન બોડલીની નાઓ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી વિ.એસ ગાવિત મો.ઇન્સ. બોડેલી પોલીસ સ્ટેશનના નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હેડ.કોન્સ વિજયલાઈ મનહરભાઈ બ.નં.૦૧૩૩ નાઓને ખાનગી બામીદારથી બાતમી હકીકત મળેલ કે, ચલામલી તરફથી એક સુપર કેરી CNG ગાડી રજી.નંબર-GJ.03-BZ- 1227 માં એક ઇસમ લોખંડના પેટી પલંગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ નર્મદા કેનાલ બોડેલી થઈ વડોદરા તરફ જનાર છે અને તેની આગળ એક હિરો કંપનીની એચ.એફ.ડીલક્ષ મો.સા ગાડી ન. GJ-34-F-5782 ઉપર પાઈલોટીંગ કરી આવનાર છે. જે બાતમીના આધારે ધનપુર ખોસ નર્મદા કેનાલ પાસે વોચમાં હતા તે દરમ્યાન હેરો કંપનીની એચ એફડીલક્ષ મો.સા ગાડી નં GJ-34-F-5782 ઉપર બે ઇસમો પાઈલોટીંગ આવતા તેઓને પકડી લીધેલ અને થોડી વારમાં એક સુપર કેરી CNG રજી.નંબર-GJ-03-BZ-1227 ની આવતા તેને રોકવા જતાં દુરથી પોલીસને જોઈ જતાં ગાડીનો ચાલક પોતાની ગાડીમાં ચાવી રાખી કેનાલના રોડ ઉપર મુકી કેનાલની બાજુમાં આવેલ ઝાડી ઝાખરામાં ભાગી ગયેલ. પોલીસ દ્વારા સુપર કેરી CNGમાં ચેક કરતાં લોખંડનો પલંગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ બરેલ રીટઝ રીઝર્વ સુપર ગ્રીન વ્હીસ્કી ૧૮૦ મી.લી પ્લાસ્ટીકની બોટલો ભરેલ ખાખી કલરના પુઠાના બોક્ષોમાં તથા છુટી પ્લાસટીકની બોટલો કુલ બોટલ નંગ-૨૧૦૦ જેની કુલ કિં રૂ.૩,૫૭,૦૦૦/- તથા સિલ્વર કલરની સુપર કેરી CNG ગાડી જેનો રજી.નંબર-GJ.03-BZ-1227 ની કિંમત 3.3,00,000/ તથા પાઈલોટીંગમાં ઉપયોગમાં લીધેલ હીરો એચ.એફ.ડીલક્ષ મોસા ન GJ-34F 5782 ની કિંમત રૂ.30,000/ તથા મોબાઈલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/ મળી કુલ કિંમત રૂ.૬,૯૨.000 નો મુદ્દામાલ પકડી પાડયો હતો. પકડાયેલ આરોપી રીપીનભાઈ કસુડીયાભાઈ ડાવર ઉ.વ.૨૭ રહે.અંધારકાય પટેલ ફળિયા તા. કઠીવાડા જી. અલીરાજપુર મધ્યપ્રદેશ, ઈદ્રીશખાન અયુબખાન ઝલવાણી ઉ.વ.૩૮ રહે.હાથીખાના શેરી નં. ૧૭ જુની જેલની પાછળ રાજકોટ શહેર. આ ગુનામાં હજુ ૩ જેટલાં આરોપીઓ ને વૉન્ટેડ જાહેર કરી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ વૉન્ટેડ આરોપીઓ મહેશભાઈ બામણીયા રહે અંધારકાય તા કઠીવાડા જી અલીરાજપુર મધ્ય પ્રદેશ, દિલાવર સલીમભાઈ મકરાણી રહે.ઘાચીવાડ બાળકોના સ્મશાનવાળી શેરી રાજકોટ શહેર, કિશન ઉર્ફ ભાણો રહે. સાપર તા.જી.રાજકોટ નો સમાવેશ થાય છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર
