બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, લીંમડીયા ખાતે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

લુણાવાડા, પંચમહાલ

બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, લીંમડીયા ખાતે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે POCSO Act 2012, ગુડ ટચ બેડ ટચ અન્વયે જાગૃત્તિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં દીકરીઓને સુરક્ષા ,સલામતી અને પોકસો એકટ -2012 , ગુડટચ બેડ ટચ, બેટી બચાવો બેટી પઢાવો યોજના, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 , સાયબર સેફટી અંગે વિગતવાર સમજ આપવામાં આવેલ. સેમીનારમાં સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.બુવળ સાહેબ દ્વારા દીકરીઓને સુરક્ષા સલામતી, પોકસો એકટ-2012, સાયબર સેફટી સોશિયલ મીડિયા વાપરવા માટે રાખવાની થતી કાળજીઓ વિશે માહિતી આપેલ તેમજ સામાજિક કાર્યકર સોનલ પંડ્યાએ જણાવેલ કે મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં દિકરીઓને સાવચેતી રાખવાની જરૂર છે. ફોન પર પરેશાન કરતા તત્વોને બ્લોક નથી કરવાનાં પણ તેમને ખુલ્લા પાડી સજા અપાવો. સાથે Good touch Bad touch વિશે માર્ગદર્શન આપવામાં આવેલ અને વર્તમાન સમયમાં બની રહેલ બનાવથી અવગત કરવામાં આવ્યા અને જણાવેલ કે અન્યાય ની સામે સજાગ થઇ પ્રતિકાર કરવાની જરૂર છે. વધુમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશ્યાલીસ્ટ :-દીપિકાબેન ડોડીયાર દ્વારા દીકરીઓને સુરક્ષા, સલામતી અને કલ્યાણકારી યોજનાઓ જેવી કે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112 ઇમર્જન્સી હેલ્પલાઈન, 100 પોલીસ હેલ્પલાઇન તથા સી ટીમ વિશે વિસ્તારથી માહિતી આપેલ.તથા જેન્ડર સ્પેશીયાલિસ્ટ દિનેશભાઇ ગરાસીયા દ્વારા દીકરીઓને વ્હાલી દીકરી યોજના, બાળકોના અધિકારો,પાલક માતા પિતા યોજના આ કાર્યકમમાં વિદ્યાલયના આસી.વોર્ડન- નિનામા ભુમિકાબેન ડી તથા તેમનો સ્ટાફ દ્વારા અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!