દીયોદરના નોખા ગામે દારૂ વેચવા વાળા અને પીવા વાળા થી ગ્રામજનો ત્રાહિમામ : પોલીસ મથકે કરાઈ રજૂઆત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દીયોદર, બનાસકાંઠા

ગામમાં દારૂના અડ્ડા ધમધમતા હોઈ દારૂડિયા તત્વો નો ત્રાસ વધ્યો

દિયોદર તાલુકાના નોખા ગામે દારૂ વેચવા વાળા અને પીવાં વાળા ના ત્રાસ થી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેમાં ગામમાં દારૂ ના અડ્ડા બધ કરાવવા તેમજ દારૂ પીને ગામમાં ફરતાં તત્વો સામે કાર્યવાહી કરવા સમસ્ત ગામજનો એ દિયોદર નાયબ પોલીસ અધીક્ષક કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે

દિયોદર તાલુકાના નોખા ગામે ખુલ્લેઆમ દારૂ વેચવા વાળા અને દારૂ પીવા વાળા ગામમાં ખોટું વર્તન કરતા હોઈ તેમજ ગામમાં દારૂ નું વેચાણ થતું હોવાથી ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ ના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. નોખા ગામના આગેવાનો એ ગામમાં દારૂ પીને ખરાબ વર્તન કરતા તત્વો સામે તેમજ નોખા ગામમાં ખુલ્લેઆમ દારૂ નું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સમસ્ત નોખા ગામમાં ગ્રામજનોએ દિયોદર નાયબ પોલીસ અધીક્ષક કચેરી પહોંચી લેખિત રજૂઆત કરી હતી જેમાં નોખા ગામના આગેવાન શ્રવણભાઈ ઠાકોરે જણાવેલ કે ગામમાં દારૂડિયા ઈસમો નો ત્રાસ ખુબજ વધી ગયો છે, ગામમાં ખુલ્લેઆમ દેશી તથા વિદેશી દારૂ નું વેચાણ થાય છે જેના કારણે બહારથી લોકો પીવા માટે નોખા ગામે આવે છે, ગામમાં દારૂડિયા ઈસમો ના કારણે બહેન દિકરીઓ ઘર ની બહાર નીકળી શકતી નથી. પોલીસ તંત્ર દ્વારા આવા ઇસમોને પાઠ ભણાવવામાં આવે તેવી અમારી માંગ છે

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : રમેશ ચૌધરી, દિઓદર – બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!