છોટાઉદેપુર
– વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે.
રાજય સરકાર દ્વારા તા.૭ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કવાંટ તાલુકાના ભેખડિયા ગામે તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભા યોજાઇ હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી જે કે પરમાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચશ્રી, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ ન્યૂઝ વેવ ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર
