છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી પરનું બ્રિજ બે વર્ષ પહેલા તૂટી જતાં સિહોદ સહિત આજુબાજુના ગામના લોકોને ૪૦ કિ.મી.નો ફેરો મારવો પડતો હતો. તંત્ર તરફથી ઉકેલ ન મળતાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓના સહકારથી જનતાએ પોતાનાં ખર્ચે ચોથી વખત ડાયવર્ઝન બનાવી દીધું છે.
દિવાળી પૂર્વે આ ડાયવર્ઝન બનતા પાવીજેતપુર, બોડેલી અને આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે. હવે મધ્યપ્રદેશથી પાવાગઢ જતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને અવરજવર સરળ બનશે.
લોકોમાં સવાલ ઉઠ્યો છે કે જયારે જનતા પોતે ડાયવર્ઝન બનાવી શકે છે, તો તંત્ર કેમ નહીં? લોકોની માંગ છે કે નવું બ્રિજ બન્યા સુધી તંત્ર દ્વારા મજબૂત અને કાયમી ડાયવર્ઝન તૈયાર કરાવવું જોઈએ.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર
