જેતપુર પાવી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે એ. એસ.આઈ. તરીકે ફરજ બજાવતા રાઠવા રમેશભાઈ ધનજીભાઈ ઉ.વ. 52 તેઓ મૂળ જેતપુર પાવી તાલુકા ના કાવરા ગામના વતની હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. આજે તેઓ છોટાઉદેપુર ખાતે કોર્ટમાં કામ અર્થે ગયા હતા જ્યાંથી તેઓ પોતાનું બાઈક લઇ પરત ફરી રહ્યા હતા. જ્યાં રસ્તામાં ધંળા ગામે અચાનક બળદગાળુ આવી જતા અકસ્માત થયો હતો જેમાં આ પોલીસ જવાન રમેશ ભાઈનું મૃત્યુ થયું હતું. છોટાઉદેપુર પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતક ને પી.એમ. અર્થે છોટાઉદેપુર લઈ જવામાં આવ્યા હતા. ઘટના ને પગલે જેતપુર પાવી તેમજ સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં શોક ની લાગણી ફેલાઈ છે છોટાઉદેપુર પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર