બોડેલી ના મોડાસર ચોકડી થી અલ્હાદપુરા જતા રોડ ઉપર ધૂળ ડમરીનો માહોલ : વાહન ચલાકો ને ભારે હાલાકી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોડાસર ચોકડી થી અલ્હાદપુરા જતા રસ્તા ઉપર ધૂળ ડમરીનો ભારે માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે આસપાસના રેતીના સ્ટોક ના કારણે ઉડતી રેતી તથા રેતી ભરીને જતા હાયવા ટ્રક ચાલકો જવાબદાર હોય એવુ વાહન ચાલકો જણાવી રહ્યા છે. સરકારી નિયમ મુજબ રેતીના હાઇવા ચલાકો ને ગાડી ભરીને જતી વખતે ગાડીના ઉપરના ખુલ્લા ભાગને તાડપતરા થી ઢાંકી રેતુનું વહન કરવાનું હોય છે પરંતુ ખનીજ માફિયા ઓ તમામ સરકારી નિયમોને નેવે મૂકી ઓવરલોડ રેતી ભરી હોવાને કારણે ફુલ સ્પીડમાં ગાડી હંકારી જતાં હોય છે જેથી રેતી નીચે વેરાતી હોય છે જેના કારણે ધૂળની ડમરીઓ થતી હોય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક એવા કિસ્સા પણ જોવા મળ્યા છે કે બાઈક ચાલકો આ રેતી ના કારણે સ્લીપ ખાઈને પડી જતા હોય અકસ્માત થતો હોય છે. આ વિસ્તારની નજીકમાં જ બરોડા ડેરી દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલ છે ત્યાં પણ પર્યાવરણને નુકસાન થાય એમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે જેથી કરીને વહેલી તકે રોડ રસ્તાઓ સાફ કરવા માં આવે એવી લોક માંગ ઉઠી છે. વારંવારની રજુઆત છતાં લાગુ પડતા વહીવટી તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવતી નથી. હવે એ જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર ની ધૂળ અને રેતી  હટાવામાં આવશે કે પછી લોકોને પડતી હાલાકી યથાવત રહેશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!