છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગેરકાયદેસર રેતી ખનન વિશે ઉતર્યા મેદાનમાં, અળસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ જથ્થો જપ્ત કરાયો
છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી બેન જૈન ના માર્ગદર્શન અને ભૂસ્તરશાસ્ત્રી ના નેજા હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન અને સંગ્રહ અને વહન પર રોક લગાવવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમને કડક કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે જે અનુસંધાને ખાણ- ખનિજ વિભાગની કચેરી અને મામલતદાર કચેરી છોટાઉદેપુરની સંયુકત ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અળસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરી હતી જેથી કરીને સમગ્ર રેતી માફિયાઓમાં ફાફડાટ વ્યાપી ગયો હતો જયારે કલેકટરશ્રી ગાર્ગી જૈન અળસીપુર અને ગુડા ગામની સ્થળ મુલાકાત કરી હતી. તેઓએ ખાણ અને ખનિજ વિભાગના નિયમ ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો ૨૦૧૭ની પ્રવર્તમાન જોગવાઈ હેઠળ કસુરદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં સૂચના આપી હતી .
હાલમાં જિલ્લા ખાણ ખનિજ કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનિજ વહન કરતા ૪ ડમ્પર પકડવામાં આવ્યા હતા અને અગાઉ છેલ્લા છ માસમાં આ વિસ્તાર થી પસાર થતા રોડ પર આકસ્મિક ચેકીંગ દરમ્યાન કુલ ૩૦ જેટલા ડમ્પર પકડવામાં આવેલ હતા. જેની સામે સરકારશ્રીના નિયમ મુજબ દંડનીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર
