બોડેલી, છોટાઉદેપુર
– ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા ઉડ્યા છે!”
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એસ.એમ.સી. ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક મોટી રેડ પાડી અને વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધાનો ભાંડાફોડ કર્યો.
રેડ દરમિયાન 15 જેટલી ટુ વ્હીલર પર લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો અને 14 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો. આ બધું પોલીસની નજર સમક્ષ થઇ રહ્યું હોવા છતાં પોલીસ કોઈ પગલું લેતી નહોતી અને આમ જનતાની જિંદગી સાથે થતાં ખીલવાડને મૂક પ્રેક્ષક બની તમાસો જોઈ રહી હતી. આ દરમિયાન જ્યારે બોડેલી પોલીસ ઊંઘતી રહી, ત્યારે એસ.એમ.સી.ની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો પર્દાફાશ કર્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કિસ્સામાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે આ કુરિયર સર્વિસની જેમ ચાલતા દારૂના વેપાર માં ડિલિવરી બોય તો મળી ગયા પરંતુ આટલા મોટા ધંધા પાછળ નું અસલ માસ્ટર માઈન્ડ કોણ છે કે જે આટલા મોટા પ્રમાણમાં વેપાર કરતો હોવા છતાં પોલીસને એની ગંધ પણ આવી નહીં કે શું આમાં પોલીસ પણ એટલી જ સંડોવાયેલ છે એ સવાલનો જવાબ ક્યારે મળશે એ જોવાનું રહ્યું.
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં… આટલી માત્રામાં દારૂ ક્યાંથી આવે છે…? કોણ છે આ રેકેટ પાછળ…? આ સવાલ હવે જનતા વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી – છોટાઉદેપુર





