બોડેલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ઊચાપાન ખાતે “સ્વસ્થ નારી સશકત પરીવાર પખવાડિયા” અંતર્ગત યોજાયો સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર તેમજ તાલુકા આરોગ્ય શાખા બોડેલી અને ધીરજ હોસ્પિટલ પીપરીયા ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ઊચાપાન ખાતે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પ નું ઉદઘાટન ઊચાપાન ના શ્રી સંજયભાઇ રાઠવા ચેરમેનશ્રી જિલ્લા સિક્ષણ સમિતિ ,શ્રીમતી ડૉ. શિતલ કૂવારબા મહારાઉલજી, શ્રી કિરણભાઈ રાઠવા શ્રીમતી કવિતાબેન રાઠવા શ્રી કનુભાઈ રાઠવા અને શ્રી વિજયભાઇ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય શાખા માંથી EMO ડૉ.ગણેશ ચોધરી સાહેબ, જિલ્લા એસબીસીસી ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. કુલદીપસિંહ શર્મા ઉપરાંત બોડેલી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માંથી આવેલ સ્ત્રીરોગ ના નિષ્ણાંત અને ફિઝિશિયન તબીબો દ્વારા તેમજ ઊચાપાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર ની ટીમ અને તમામ mphw .fhw, સ્ટાફ, ફાર્માશિષ્ટ, એલ.ટી., સીએચઓ, આરબીએસકે ટીમ અને આશા વર્કર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ માં ૩૮૬ થી વધુ વિવિધ પ્રકાર ની બીમારી ઓના લાભાર્થીઓ સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ નો લાભ લીધો હતો. જેમાં માતા બાળ સંભાળ, નિક્ષયમિત્ર નોંધણી અભિયાન, એનસીડી સ્ક્રીનિંગ કામગીરી, આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ એનરોલમેન્ટ કામગીરી, સગર્ભા માતા અને ૫ વર્ષ સુધીના ના બાળકોને સક્રીનિંગ અને રસીકરણ કામગીરી કરવામાં આવી હતી, સાથે ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન કેમ્પ આયોજન કરેલ જેમાં ૧૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવેલ અને કેમ્પ ના સફળ આયોજન બદલ બોડેલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કુલદીપ શર્મા દ્વારા તમામ નો આભાર માનવામાં આવ્યો હતો.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!