પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ખીમત ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડતી પાલનપુર એલસીબી પોલીસ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પાલનપુર, બનાસકાંઠા

પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ખીમત ગામેથી તા.૦૪.૧૦.૨૦૨૫ના રોજ હ્યુન્ડાઈ I10 ગાડી નંબર ડીએલ૦૭ સીએલ ૪૬૩૫ વાળી માંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બોટલ બિયર નંગ ૮૩૩ જેની બઝાર કિંમત ૦૧,૭૨,૭૮૦/ અને ગાડી ની કિંમત ૩,૦૦,૦૦૦/- મળી કુલ સાથે કુલ ૦૪,૭૨,૭૮૦-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિર્દેશક સરહદી રેન્જ કચ્છ ભૂજ તથા શ્રી પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના ઓએ દારૂ જુગાર ની પ્રવૃત્તિ નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે શ્રી એચ.બી. ધાંધલ્યા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી પાલનપુર નાઓના માગૅદશૅન મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતાં તે દરમિયાન બાતમી ની હકીકત મેળવી ખિમત ગામની સીમમાંથી હ્યુન્ડાઈ I10 ગાડીમાંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બોટલ બિયર ટીન નંગ ૮૩૩ કિંમત ૦૧,૭૨,૭૮૦/- તથા ગાડી ની કી.૦૩,૦૦,૦૦૦/ મળી આવેલ જેથી ગાડી ના ચાલક વિરૂધ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!