ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : દોલતપુર ગામમાં શેરડીના ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાલિયા, ભરૂચ

ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂના ધંધા ધમધમતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દોલતપુર ગામની સીમમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

શેરડીના ખેતરમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.કુલ રૂ. ૪,૮૧,૨૦૦/- ના કિંમતી મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપી વાસુદેવ જશુભાઈ વસાવા (વતન – નવાનગર ગામ)ને ઝડપી પાડ્યો છે. ખાસ વાત એ છે કે આ આરોપી અગાઉ પણ ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને ફરી એકવાર તેની સામે પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં આવા ગેરકાયદેસર દારૂના ધંધાઓ ખેતરો અને ઓરડીઓમાં છૂપે ધમધમી રહ્યા છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે તેમજ દારૂના ધંધામાં સંકળાયેલા અન્ય લોકોને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!