ભરૂચના વેજલપુર વિસ્તારમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ૯માં વેજલપુર બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીના રસ્તા પર પેવર બ્લોક સહિતના વિકાસકાર્યોનો ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. રૂ. 75.86 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ કામગીરી હાથ ધરાશે. બંબાખાના સર્કલનો વિકાસ, ગટર લાઈન અને રસ્તાનું નવીનીકરણ સહિતના કામો પણ આવનારા સમયમાં કરવામાં આવશે.આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસકાર્યો પૂરા થયા બાદ નાગરિકોને સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!