જંબુસર
બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી જેની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગાંધી આશ્રમ કારેલી ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી સાથે તિરંગા યાત્રા, શ્રમદાન સહિતના અનેક કાર્યક્રમો આણંદ સી પી પટેલ, તથા એફ એચ શાહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયા હતા.
મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ ૦૨.૧૦.૧૮૬૯ માં પોરબંદર ખાતે જન્મ થયો હતો. તેમની માતાનું નામ પૂતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું તેઓ 19મી સદીના સૌથી આદરણીય આધ્યાત્મિક અને રાજકીય નેતા બન્યા અહિંસાના પથ પર ચાલીને ગાંધીજીએ ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્તિ અપાવી અને ભારતીયો દ્વારા તેમને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું છે. એવા મહાન ગાંધીબાપુની જન્મ જયંતી હોય સમગ્ર ભારત ભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત જંબુસર તાલુકાના કારેલી યાત્રી નિવાસ ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સી પી પટેલ તથા એફ એચ. શાહ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.કારેલી ખાતે વહેલી સવારે પ્રભાત ફેરી, શ્રમદાન, યોગા, પ્રાર્થના બાદ યાત્રી નિવાસના સંચાલક હેમંતભાઈ મહંત દ્વારા યાત્રી નિવાસની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લેફ્ટનન્ટ રિતેશ વણકર દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું, ત્યારબાદ પોસ્ટર મેકિંગ, સ્લોગન, બેસ્ટ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી અને તિરંગા રેલીનું સુંદર આયોજન કરાયું હતું. તિરંગા રેલી ગાંધી આશ્રમથી નીકળી કારેલીના મુખ્ય માર્ગો પર ફરી પરત યાત્રી નિવાસ ખાતે આવી પહોંચી હતી. રેલી દરમિયાન ભારત માતાકી જય ના નારા ગુંજતા હતા. રેલી બાદ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મુવાલ કોલેજના ડોક્ટર નિલેશ મેઘા,ડોક્ટર કાંતિલાલ ટંડેલ, પ્રાધ્યાપક કરણ રાણા, પ્રાધ્યાપક ભરત પરમાર, ગામ અગ્રણીઓ રફિકભાઈ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.





