ગુજરાત પેટર્નની મિટિંગને લઈને ફોન પર સાંસદ મનસુખ વસાવાએ નર્મદા કલેકટર એસ કે મોદીને ખખડાવ્યા!!!

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

સાંસદ મનસુખ વસાવા એ વાંધો ઉઠાવી કાલની મિટિંગને ગેરકાયદેસર હોવાનું જણાવ્યું

નર્મદા જિલ્લા કલેકટર એસ કે મોદી ને સાંસદ મનસુખ વસાવા દ્વારા ફોન પર તતડાવતો વિડિઓ સોસીયલ મીડિયામા વાયરલ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.આજે ફોન પર સાંસદ મનસુખ વસાવા ને કલેકટર મોદી ને ખખડાવી નાખ્યાં હતા અને કહ્યું હતું કે તમે કોને પૂછી ને મિટિંગ ગોઠવી?

સાંસદને જાણ કર્યા વિના જિલ્લા કલેકટરે ગુજરાત પેટર્ન ની મિટિંગ બોલાવી હતી તે બાબતે પાંચ મિનિટ સુધી રકઝક થઈ હતી.તેની સામે સાંસદ મનસુખ વસાવા એ વાંધો ઉઠાવી આજની મિટિંગને ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યના દબાણમાં આવી કલકેટરે મિટિંગ બોલાવી દીધી હોવાનો આક્ષેપ સાંસદે કર્યો હતો સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રભારી મંત્રીને તમે ગેરમાર્ગે દોર્યા છે હું મુખ્યમંત્રીને લખું છું.

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આગાઉના કામો કાઢી નાખ્યા છે તેનો સમાવેશ કરવા મંગળવાર સુધી કલેકટરને અલ્ટીમેટમ આપ્યું હતું તેની સામે સાંસદ મનસુખ વસાવાએ કલેકટર સામે રોષે ભરાઈને કહ્યું કે પ્રભારી મંત્રીની હાજરીમાં નક્કી થયેલા કોઈ કામોમાં ફેરફાય થાય નહીં.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!