કલેકટર કચેરીએ ન્યુ ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં ચૈતર વસાવાએ આપી હાજરી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા

ચૈતર વસાવાએ મનસુખ વસાવાના નિવેદનનો સામે વળતો જવાબ આપ્યો

– દૂધ ના દાઝ્યા ચૈતર વસાવાએ કલેકટરને મીટીંગમાં જયાં સીસીટીવી ફુટેજ હોય તેવા સ્થળે અથવા પ્રેસ મીડીયાની હાજરીમાં મિટિંગ રાખવા રજુઆત કરી

– બેઠકમાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત FRA ના 1 કરોડના કામો અને અને આયોજ સમીતી બેઠક તથા ન્યુ ગુજરાત પેટર્ન 60 કરોડના કામોના આયોજનની બેઠકમાં પોતે આપેલા કામો કાઢી નાખ્યા હોવાની કરી ફરિયાદ

– કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાકટરો સાથે મળીને બીન જરૂરી કામો મંજૂર કર્યાનો ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો

– જ્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો આજ કલેકટર કચેરી પર ધરણા પ્રદર્શન કરવાની ચૈતર વસાવાએ આપી ચીમકી

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસના જેલવાસ માંથી બહાર આવ્યા બાદ આજે પહેલીવાર રાજપીપલા કલેકટર કચેરી ખાતે એન્યુ ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી હતી.

આજે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના નિવેદનનો સામે વળતો જવાબ પણ આપ્યો હતો.એટલું જ નહીં દૂધના દાઝ્યા ચૈતર વસાવાએ કલેકટરને મીટીંગમાં જયાં સીસીટીવી ફુટેજ હોય તેવા સ્થળે અથવા પ્રેસ મીડીયાની હાજરીમાં મિટિંગ રાખવા કલેકટરને રજુઆત કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત FRA ના 1 કરોડના કામો અને અને આયોજ સમીતી બેઠક તથા ન્યુ ગુજરાત પેટર્ન 60 કરોડના કામોના આયોજનની બેઠકમાંપોતે આપેલા કામો કાઢી નાખ્યા હોવાની ગંભીર ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાકટરો સાથે મળીને બીન જરૂરી કામો મંજૂર કર્યાનો ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રસંગે કલેકટર અને પ્રયોજના વહીવટદારે મંગળવાર સુધી બાંહેધરી આપી હતી તેની સામે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જો અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો આજ કલેકટર કચેરી પર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી.

આ અગાઉ ચૈતર વસાવા હવનમાં હાડકા નાંખે છે એવા સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે ચૈતર વસાવાએ વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે મારાં જેલમાંથી છૂટી જવાથી મનસુખ ભાઈ ને બળતરા થઈ હશે ઍટલે આવું બોલે છે.

સીસીટીવી ફૂટેજ ડીલીટ કરવાના મામલે ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે જે ઘટના ઘટી હતી તે મનસુખ વસાવાએ બેસીને બનાવી હતી. હું મિટિંગ માથી ઉઠું છું ત્યાં મનસુખ ભાઈ હાજર થઈ ગયા હતા. સાંસદ આ લોકોને સર્કિટ હાઉસ લઈ જાય છે. પોલીસ અધિકારી સાથે રાખી ને બંધ બેસતી FIR બનાવડાવ્યા નો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો જેના કારણે મારે 80 દિવસ જેલ ભોગવવી પડી હોવાનું જણાવ્યું હતું.

લોકો આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માં જવાબ આપી દેશે એવૉ વળતો જવાબ પણ ચૈતર વસાવા એ જણાવ્યો હતો અને આવનારા દિવસોમાં લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની ચીમકી હતી. મુખ્યમંત્રી અને પ્રભારી સચિવ સુધી મુદ્દો લઈ ન્યાય માટે લડી લઈશું તેમજ આ વિસ્તારના લોકો માટે આવેલા પૈસાનો દુરુપયોગ થવા નહીં દઈએ કે કોઈ કૌભાંડ થવા દઈશું નહીં એમ પણ જણાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને ડેડીયાપાડા મત વિસ્તારની બહાર રહેવા જણાવ્યું હોઈ હવે તેઓ જિલ્લાના વડા મથક રાજપીપલાને પોતાનું હેડ કવાર્ટર બનાવશે. કોર્ટના આદેશનુંસાર હું રાજપીપલા ભાડાના મકાનમાં રહીને પ્રજાના કામો કરીશ એમ તેઓએ જણાવ્યું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!