કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રીફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન શરૂ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રીફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ ભાજપના નેતાઓએ ઝાડેશ્વર વિસ્તારમાં વેપારીઓ સાથે મળી આ અંગે માર્ગદર્શન આપ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર,ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઝાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી, સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જન સંપર્ક કર્યો હતો.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!