કાલોલ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫ ની ઉજવણી ના ભાગ રૂપે પી.એમ. સ્વનિધિ યોજનાના ભાગરૂપે યોજાયો કાર્યક્રમ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

કાલોલ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ ની ઉજવણી ના ભાગ રૂપે પી.એમ. સ્વનિધિ યોજનાના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, કમલેશભાઈ પંચાલ, હનીફ મનસુરી, નગરપાલિકાના ચૂંટાયેલ નગરસેવકો પાલિકા સ્ટાફ અને નાના લારી ગલ્લાવાળા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ યોજના અંતર્ગત તા.૨૨.૦૯.૨૦૨૫ થી ૨૩.૦૯.૨૦૨૫ ના રોજ કાલોલ નગરપાલિકામાં નાના નાના વ્યવસાય કરતા,  ફેરીનો વ્યવસાય કરતા, રોડ પર નીચે પથારો કરી શાકભાજી કે રેડીમેડ કાપડ વેચતા, શહેરની ગલીએ ગલીએ ફરીને દૂધ વેચતા, શાકભાજી વેચતા, ફેરી કરતા લાભાર્થીઓ માટે પ્રથમ લોન ૧૫૦૦૦/- ની આપવામાં આવશે જેની નિયમીત રૂપે બેંકમાં ભરપાઈ કરવામાં આવશે જે લોન પર ૭ ટકાનો વ્યાજ દર લાગશે અને જો લાભાર્થી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હશે તો તે લાભાર્થીઓને મહિને ૧૦૦/- નું કેસબેક મળવા પાત્ર થશે અને બીજા તબક્કામાં રૂ.૨૫૦૦૦/- ની લોન આપવામાં આવશે . તારીખ અને સમય મર્યાદામાં લોન પૂર્ણ કરવા માં આવશે તો તૃતીય તબક્કામાં માં પણ રૂ.૫૦૦૦૦/- ની લોન આપવામાં આવશે પરતુ લાભાર્થી એ તે લોન નિયમિત પણે બેંકમાં ભરપાઈ કરવી પડશે જેમાં આ લોનમાં કોઈ કોટેશન બીલ કે જામીનદારની જરૂર નથી. આ યોજના દ્વારા સરળતાથી લોન મળી શકે છે. આ લોન માટે લાભાર્થી ને નિયત મુજ મર્યાદામાં કાલોલ નગરપાલિકાનો સંપર્ક કરી  જેમાં રહેશે. નગરપાલિકા સમાજ સંગઠક પટેલીયા હેમલતા બેન દ્વારા આ લાભાર્થીઓ માટે ખૂબ જ સારી કામગીરી કરી લાભાર્થીઓને લાભ અપાવ્યા છે જે ખરેખર બિરદાવવા જેવી બાબત છે.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!