આમોદના વાતારસા ગામના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચને ભુસ્તર વિભાગનો બિનઅધિકૃત માટી ખોદકામ બદલ ૧.૪૫ કરોડનો દંડ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

વાતરસા ગામના અલગ અલગ સર્વે નંબરોમાં ૫૮૮૩૫ મેટ્રિક ટન માટીનું બિન અધિકૃત ખોદકામ કરતાં કાર્યવાહી કરાઈ

આમોદ તાલુકાના વાતરસા ગામે ગામના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચ દ્વારા અલગ અલગ સર્વે નંબરોમાં ૫૮૮૩૫ મેટ્રિક ટન સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના એક જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનિજ વિભાગ,તકેદારી આયોગ તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત ફરીયાદ કરવામાં આવી હતી.ત્યારે ભરૂચ જીલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ કચેરીની તપાસ ટીમ દ્વારા જી.પી.એસ.તેમજ ઊંડાઈ મેજર ટેપથી પંચોની રૂબરૂ બિનઅધિકૃત ખોદકામની માપણી કરવામાં આવી હતી.જેમાં ૫૮૮૩૫ મેટ્રિક ટન બિનઅધિકૃત માટીનું ખોદકામ થયું હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ભરૂચ જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીએ આમોદ તાલુકાના વાતરસા ગામના તત્કાલીન સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને કસૂરવાર ઠેરવી સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ બદલ ૧,૪૫,૧૭,૫૪૫ નો દંડ ફટકારતાં આમોદ તાલુકામાં બિનઅધિકૃત ખોદકામ કરતાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

– તત્કાલીન સરપંચને જીલ્લા વિકાસ અધિકારીની કચેરીએ હાજર રહેવા ફરમાન

આમોદ તાલુકાના વાતરસા ગામે થયેલી બિન અધિકૃત સાદી માટીના ખોદકામ બદલ ભરૂચ જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા તત્કાલીન સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને કસૂરવાર ઠેરવી ૧,૪૫,૧૭,૫૪૫ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાબતે તત્કાલીન સરપંચ વલીભાઈ ઈસ્માઈલ ચટીને બીજી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કારણ દર્શક નોટીસ આપી ખુલાસો આપવા જણાવ્યું હતું.જેથી તત્કાલીન સરપંચે નવમી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ખુલાસો આપ્યો હતો.જેની વધુ સુનાવણી ૬ ઓક્ટોમ્બર ૨૦૨૫ ના રોજ ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ રાખેલી હોય તત્કાલીન સરપંચ વલીભાઈ ઈસ્માઈલ ચટીને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!