ચર્ચાસ્પદ બનેલ ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ : જીતના દાવા વચ્ચે ડેરીનું સુકાન કોણ હાથે?

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે 9 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે. 900 કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઊભી કરી, સીધી ટક્કર આપી છે.

ચૂંટણીમાં કુલ 15 બેઠકો માટે જાહેરાત થઈ હતી, જેમાંથી એક બેઠક પર અરૂણસિંહ પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આજે બાકીની 14 બેઠકો માટે કુલ 296 મતદારો મતદાન કરી રહ્યા છે.

ચૂંટણી માટે ભરૂચ આયોજન ભવન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી.બંને પક્ષના ભાજપના આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.જોકે ચૂંટણીના પરિણામ આવતીકાલે શનિવારે જાહેર થશે ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે કોણે બાજી મારી છે અને ડેરીનું સુકાન કોના શિરે જાય છે તેના પર સૌ કોઈની નજર રહી છે તો બીજી બાજુ અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ પણ પોતાના ઉમેદવારો જીતશેનો દાવો કર્યો છે અને પહેલા પણ ઘનશ્યામ પટેલ સ્ટાર હતા અને હવે પણ તેઓ સાથે જ હોવાનું કહ્યું હતું સાથે ડેરીમાં ભાવ વધારી મળે, ભ્રષ્ટાચાર બંધ થાય અને નવી ડેરીઓ ની શરૂઆત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!