આમોદ, ભરૂચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે અડવાળા આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચકલાદ આરોગ્ય કેન્દ્રના કમ્યુનિટી હેલ્થ ઓફિસર અનિતા માછી,તેમજ વિક્રમભાઈ મકવાણા, આશાવર્કર ભાનુબહેન દ્વારા મહિલાઓની આરોગ્યલક્ષી ચકાસણી કરાઈ હતી.
કાર્યક્રમ અંતર્ગત બાળકોનું રસીકરણ,સગર્ભા માતાઓની તપાસ તથા કિશોરીઓના લોહીની તપાસ, PMJAY કાર્ડ તથા આભા કાર્ડ, NCD તથા ટી.બી.સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ગામલોકોનું પણ આરોગ્ય ચેક કરી આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.અને વધુમાં વધુ લોકોને આરોગ્ય સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.તેમજ અડવાળા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલા મહેમાનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રદુમનસિંહ, માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ.રઘુવીરસિંહ તેમજ બી.આર.સી આસિફ પટેલ તેમજ શાળાના શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.અડવાળા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે સંકલન કરી સમગ્ર ગામ લોકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
૮




