બોડેલીના વેપારીઓની રસ્તાઓ ચાલુ કરાવવાની માંગ – જિલ્લા કલેકટરને આપ્યું આવેદન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

બોડેલી આસપાસના મેરિયા અને ઓરસંગ બ્રીજ ભારે વાહનોની અવર-જવર બંધ થતાં વેપારીઓના ધંધા પર સીધી અસર વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું અને સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ રજૂઆત કરી.

છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના બ્રીજો ભારધારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં બોડેલી નજીકના મેરિયા અને ઓરસંગ બ્રીજ પણ છે, જે છેલ્લા બે મહિનાથી બંધ છે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ બાદ રિપેરીંગનું કામ ચાલુ છે, પરંતુ હજુ સુધી ટ્રાફિક બંધ હોવાથી વેપાર ધંધા પર ભારે અસર પડી રહી છે.

વેપારીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગીબેન જૈનને આવેદન આપી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે સાથે જ બોડેલી ખાતે આવેલા સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – જેતપુર પાવી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!