ભરૂચ,
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ અંતર્ગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતના 75 જગ્યાએ કરવામાં આવ્યું છે તેમાં ભરૂચમાં ખાતે આ આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 140 જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે તેમજ આજરોજ આ કાર્યક્રમનો શુભારંભ શિબિરમાં પધારેલ મહેમાનો દ્વારા જેમાં મુખ્ય ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીજી, જી એન એફ સી અધિકારીઓ, બ્રહ્માકુમારી સંસ્થા, સ્વામિનારાયણ સંસ્થા, પતંજલિ સંસ્થાના, સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ,મોમ્સ ઓફ ભરૂચ , આર્ટ ઓફ લિવિંગ,તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના એક્સપર્ટ, કોઓર્ડિનેટર, કોચ તેમજ સાધકો દ્વાર કરવામાં આવ્યું. ખાસ પણે આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરી એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ આ શિબિરમાં કઈ રીતે મોટાપા પર કાર્ય કરી લોકોને મેદસ્વી મુક્ત બનાવવામાં આવશે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
