ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે રક્તદાન માટે તબીબી ટીમો હાજર રહી જવાનોની આરોગ્ય તપાસણી કરીને સુરક્ષિત રીતે રક્તદાન કરાવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનું બન્યું છે. સમાજ સેવા સાથે પોલીસ વિભાગ હંમેશાં આગળ રહે છે તેવો સંદેશ આ રક્તદાન શિબિર દ્વારા આપવામાં આવ્યો હતો.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!