અંકલેશ્વરમાં જુગારખાના સામે પોલીસની કડક કાર્યવાહી – ૫૩૯૦૦ ના મુદ્દામાલ સાથે ૫ જુગારી ઝડપાયા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર, ભરૂચ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક દ્વારા જુગારખાના સામે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અરવાર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુપ્ત બાતમી મળી હતી કે કોસમડી ગામની સ્ટાર રેસિડન્સીની દુકાન નં. એફએફ-૦૫, શ્રી રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જયવંત પાટીલ કેટલાક ઇસમોને ભેગા કરી પત્તા-પાનાનો જુગાર રમાડે છે. બાતમીને આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડી ત્રાટકતા જ ત્યાં હાજર 5 જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસએ તેમની પાસેથી કુલ રૂ.53,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસની આ કાર્યવાહીને કારણે અંકલેશ્વરમાં જુગારના અટકાવ અંગે ચચા જાગી છે. શહેરના નાગરિકોમાં પોલીસની કામગીરીની સરાહના સાથે અન્ય આવા જુગારખાના પર પણ કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!