બોડેલી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી ખાતે હાલોલ રોડ પર કરણ પેટ્રોલ પંપ પાસે એક રેતી ભરવા જતા ડમ્પરે યુવાનને અડફેટે લેતા યુવાનનું કરુણ મોત નિપજ્યું છે સમગ્ર ઘટનાને લઇ બોડેલી નગરમાં ચકચાર મચી ગઈ છે
સોમવાર 11:30 કલાકના અરસામાં બોડેલીનો યુવાન જેનું નામ સમીર ભાઈ મલેક બોડેલીના ધાનકવાડ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રેતીના હાઇવા ડમ્પરે યુવકને અડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. માતેલા સાંઢ ની જેમ દોડતા ડંપરથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરી હાઇવા ડમ્પર ને લઈને ડમ્પર ચાલક ફરાર થયો હતો ત્યારબાદ સ્થાનિક લોકોએ ડમ્પર ચાલકનો પીછો કર્યો હતો અને જાંબુઘોડા પાસે નજીક ઉડવન ગામ પાસે જાંબુઘોડા પોલીસે ડમ્પર ચાલકને દબોચી લીધો હતો જેમાં ડ્રાઇવર અને કંડકટર ને જાંબુઘોડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ડમ્પર ચાલક અને કંડકટર અને ડમ્પરને જાંબુઘોડા પોલીસે બોડેલી પોલીસના હવાલે કર્યું હતું.
આ સમગ્ર ઘટનામાં રેતી ખનન મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક રેતીની લીઝો આવેલી હોય વારંવાર બેફામ ચાલતા રેતી ભરેલા અને રેતી ભરવા જઈ રહેલા વાહનો દ્વારા અકસ્માતના બનાવો અને નિર્દોષ લોકો નો ભોગ લેતા હોય છે અને જિલ્લામાં અનેક આવા બનાવો બન્યા છે જેમાં આજે બોડેલીના હાલોલ રોડ પર કરણ પેટ્રોલ પંપ પાસે વધુ એક નિર્દોષ યુવાનને નો ભોગ લીધો હતો
છોટાઉદેપુર જિલ્લામાં રેતીના ડમ્પર સાથે ના અકસ્માતો ગણવામાં આવે તો ખૂબ જ મોટો આંકડો સામે આવે એમ છે. જિલ્લામાં રેતીના ડમ્પર સાથે અકસ્માતથી થયેલ મૃત્યુ ના આંકડા જો સાંભળીએ તો એવું લાગે કે જિલ્લામાં રેતીનો ધંધો બંધ થવો જરૂરી છે કારણકે વગર રોયલ્ટીએ રેતીનું જે રીતે ખનન થઇ રહ્યું છે એમાં આવું આવેદ્ય ખનન તથા રેતીનું ઓવરલોડ વહન કરનાર ટ્રાન્સપોર્ટરો ખનીજ અધિકારી અથવા તો પોલીસ થી બચવાં બેફામ પણે ગાડીઓ હંકરતા હોય છે જેમાં લોકો અવાર નવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે.
આ અકસ્માતમાં મૃત્યુ થનાર છોકરો પોતાના પરિવાર નો એક જ કમાઉ દીકરો હતો અને એનો સમગ્ર પરિવાર એના પર જ નિર્ભર હતો હવે. બીજાની ભૂલનો ભોગ બનનાર છોકરાના પરિવારનું શું એવા અનેક સવાલો આજે આ ઘટના બાદ ઉઠી રહ્યા છે. અકસ્માત ને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર બોડેલી પંથકમાં તથા યુવકના પરિવારમાં અને મિત્ર મંડળમાં ગમગીની છવાઈ છે
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર
