ગોધરા, પંચમહાલ
– નિલેશ કનુભાઇ ડામોરની દાહોદ જિલ્લાના ધાનપુરથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર આર.એ. પટેલની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ અને એસ.ઓ.જી. સ્ટાફની ટીમે આ કામગીરી કરી હતી.
આરોપી નિલેશ ના વિરુદ્ધ આ કેસ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.117/2017 તરીકે નોંધાયેલો છે. આરોપી સામે IPC કલમ 395, 397 તેમજ આર્મ્સ એકટ કલમ 25(1-બી),એ અને જી.પી. એકટ કલમ 135 હેઠળ ગુનો દાખલ થયો હતો. આરોપીને સી.આર.પી.સી. કલમ 82 મુજબ ફરાર જાહેર કરાયો હતો.પોલીસે આરોપી નિલેશને તેના વતન આંબાકાચ, મકડવા ફળિયા, ધાનપુરથી પકડી પાડ્યો છે. આગળની કાર્યવાહી માટે તેને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ,પંચમહાલ