ગોધરાના બી.આર.જી.એફ. ભવન ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 8મો વાર્ષિક ઈનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સૈયદ કાદીર પીરઝાદાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવતથી થઈ.
આ કાર્યક્રમમાં ગોધરા રેન્જ આઈ.જી. આર.વી.અસારી, પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. હરેશભાઈ દુધાત, નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ અને GPCC ચેરમેન વજીર ખાન પઠાણ સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
ઇનામ વિતરણ ના આ સમારોહમાં મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓમાંથી કુલ 61 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું જેમાં અમદાવાદથી 7, આણંદથી 5, ખેડાથી 9, છોટાઉદેપુરથી 7, દાહોદથી 4, વડોદરા શહેરથી 9, વડોદરા ગ્રામ્યથી 2, મહીસાગરથી 8 અને પંચમહાલથી 9 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
નોંધપાત્ર બાબત એ રહી કે કુલ સન્માનિત વિદ્યાર્થીઓમાં 46 વિદ્યાર્થીનીઓ હતી. આઈ.જી. આર.વી.અસારીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. ડો. હરેશભાઈ દુધાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં નિરંકારી સંસ્થાના વિદ્યાબેન નિરંકારી, ગોધરાના મુફ્તી અમીન કલા, મધ્ય ગુજરાત પ્રમુખ કરીમભાઈ મલેક, ઉપપ્રમુખ રફીકભાઈ તીજોરીવાલા અને પંચમહાલ જિલ્લા પ્રમુખ યાકુબ ભટુક સહિત સંસ્થાના હોદ્દેદારો અને વાલીઓ હાજર રહ્યા.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ
