મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા બોડેલી ખત્રી વિદ્યાલયના પાંચ વિધાર્થી સન્માનિત કરાયા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર 

ગતરોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પંચમહાલ ગોધરા ખાતે સૈયદ કાદિર પીરઝાદાના અધ્યક્ષ સ્થાને કન્વીનર ફિરોઝખાન પઠાણ અને તેમની ટીમ દ્વારા ૦૮માં વાર્ષિક ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શ્રી આર.વી.અસારી આ.પી.એસ., ડો.હરેશ સાહેબ, પોલીસ અધિક્ષક જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા જેમનો મુખ્ય ઉદ્દેશ્ય મુસ્લિમ સમાજ નું કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે અને હર હંમેશ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે જે તેમનો મુખ્ય હેતુ હોય, જેથી દર વર્ષે કોઈ પણ શિક્ષણ ક્ષેત્રમાં એક થી તૃતીયમાં આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી,ઇનામ તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરી તેમના પ્રોત્સાહનમાં વધારો કરી અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્સુકતા વધારવા એક અનોખી પહેલ છે જે સરાહનીય છે.

આ ઇનામ વિતરણ સમારોહમાં મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી છોટાઉદેપુર જિલ્લામાંથી સાત વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી જેઓએ છોટાઉદેપુર જિલ્લામાં સૌથી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું જેમાં પાંચ વિદ્યાર્થીઓ બોડેલી ખત્રી વિદ્યાલયથી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે. જેમાં ૧. ખત્રી આમેના નઈમ ૨.ખત્રી ઈશરતજહા સિકંદર ૩. ખત્રી મુ. ઓસ ઇસ્માઇલ ૪. મન્સુરી સોફીયા સાજીદ ૫. મન્સુરી રુહીનબાનુ આરીફ જેઓ ખત્રી વિધાલયમાં શિક્ષણ મેળવી જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી માત્ર મુસ્લિમ સમાજ જ નહિ પણ છોટાઉદેપુર જિલ્લાને વિના પરિશ્રમ નહિ ઉદ્ધારનો સંદેશ આપી મધ્ય ગુજરાતમાંથી ખત્રી વિદ્યાલયન વતી છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધારી ઈનામના હકદાર બની સન્માનિત કરાયા હતા. આ તકે શાળાના આચાર્ય યુ. વાય. ટપલા દ્વારા મુસ્લિમ સેવા સમાજ પરિવારની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કરી શુભેરછાઓ પાઠવી હતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર :  બિલાલ ખત્રી – પાવી જેતપુર, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!