મહેમદાવાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સૉર્ટસર્કિટ ના કારણે અચાનક આગ લાગતા અફડા તફડીનો માહોલ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

મહેમદાવાદ,

મહેમદાવાદ સામુહિક આરોગ્ય કેન્દ માં અચાનકજ સૉર્ટસર્કિટ ને લઈને આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડટીમ તૅમજ MGVCL ની ટીમ તાત્કાલિક તાબડ તોડ ઘટના સ્થળે પહોંચી મહાજેહમતે આગને કાબુમાં લેવાઈ હતી.

મહેમદાવાદ CHC સેન્ટર (સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લગભગ બપોરે 1-00 વાગ્યાની આસપાસ અચાનકજ ગરમીને લઈને કે કોઈ અન્ય કારણોસર અચાનકજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બહારની સાઇડે સોલાર પેનલોની લાઈન તૅમજ અન્ય હેવી લાઈનોના કેબલો પસાર થાય છે ત્યાં અચાનકજ સૉર્ટસર્કિટ થતા અને એકદમ આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.હોસ્પિટલ ના ડોકટરો દ્વારા મહેમદાવાદ નગરપાલિકામાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા લગભગ 1-40 કલાકે બપોરના સુમારે તાત્કાલિક ટીમ દ્વારા આગ બુઝવવાના પાઉડરની એક લિટરની એવી ઉપરા છાપરી પાંચ બોટલોના પાવડરનો મારો મારી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિજકરંટ વાળી લાઈનો બંધ કરાવી MGVCL ની બળી ગયેલ કેબલો તૅમજ લાઈનોને મોટા મોટા કટરોથી કાપી નખવામાં આવ્યા હતા જેથી કોઈનો જીવ ના જોખમાય.આમ ફાયરબ્રિગેડ ની ટીમ તૅમજ MGVCL દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાતા કોઈ મોટી હોનારત થતા ટડી હતી. અને સદનસીબે કોઈ જાનહાની પણ થઇ નહોતી.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – જેતપુર પાવી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!