પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના રણજીત નગર ખાત આવેલી જીએફએલ કંપનમા તારીખ ૧૦.૦૯.૨૦૨૫ ના રોજ બપોરના સમયે ગેસ લીકેજ ની ઘટના બની હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. ગેસ લીકેજના કારણે કામદારોને ગુગળામળ તેમજ વોમીટીંગ જેવી સમસ્યા થઈ હતી. ઘટના સમયે કામ કરી રહેલા 12 કર્મચારીઓને ગેસની અસર થઈ હતી. તમામને હાલોલની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક કર્મચારીનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ 13 કર્મચારીઓને વડોદરાની ભાઇલાલ અમીન અને બીએપીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન વધુ એક કર્મચારીનું મોત થયું હતું, આમ કુલ ૨ કર્મચારીઓ ના મુત્યુ થયા હતા.
આજરોજ યુનિટના જનરલ મેનેજર સુનીતા બેન અને સીએસઆર હેડ જીગ્નેશ મોરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કંપનીએ મૃતક કર્મચારીઓના પરિવારજનોને 30 લાખ રૂપિયાની સહાય આપવાની કરવામાં આવશે તથા હાલ જે અસરગ્રસ્ત કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓને ને ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ ના થાય ત્યાં સુધી તેમને પગાર ચૂકવવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ
