ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપની બરતરફની કાર્યવાહી બાદ અમને કોઈ ફરક પડવાનો નથી : MLA અરૂણસિંહ રણા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચની દુધધારા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.ભાજપે પોતાના જ ૯ કાર્યકરોને પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ હેઠળ પક્ષ માંથી બરતરફ કર્યા છે. પક્ષના આંતરિક તણાવ વચ્ચે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખુલ્લેઆમ પક્ષલાઇનથી વિપરીત જઈને ચૂંટણી લડવાનો એલાન કર્યો છે. ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ સસ્પેન્સન સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષ માંથી બરતરફ કરવાથી અમને કોઈ ફરક પડશે નહિ, અમે વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડશું. કમળના નિશાન વિના પણ જીતવા માટે જનતા સાથે છે.

અત્રે ઉલ્લેખનીય છે અરૂણસિંહ રણાની પેનલના ૯ ઉમેદવારોને તથા બિનહરીફ ઉમેદવાર પ્રકાશ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપ સાથે ઘનશ્યામ પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી રજૂઆત કરી હતી. પત્રમાં જે નામ દર્શાવ્યા છે એ મુજબ જ પક્ષ દ્વારા બરતરફની કાર્યવાહી થઈ હોવાનું લાગી રહ્યું છે ત્યારે ઘનશ્યામ પટેલ દ્વારા લખવામાં આવેલ પત્ર વાયરલ થઈ રહ્યો છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!