ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા વિના મૂલ્ય ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

આમોદના મછાસરા ગામે ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા વિના મૂલ્ય ફી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મછાસરાના ભાઈઓ અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા મછાસરા હાઈસ્કૂલ મછાસરા ખાતે વિનામૂલ્ય ફી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમન્વય હોસ્પિટલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ઓન્લી મછાસરા ગ્રુપના પ્રતિનિધિ ઈબ્રાહીમ સરપંચ તથા જાકીર રંગુની અને સરફરાજ નાનાભાઈ તરફથી આયોજન કર્યું હતું. ઓન્લી મછાસરા ગ્રુપનો ત્રીજો કાર્યકમ હોય છતાં ગામમાં ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. ફી હેલ્થ ચેકઅપ, બ્લડ પ્રેશર ચેકઅપ, બ્લડ સુગર ચેકઅપ, BMI મેજર (હાઈટ,વજન) ECG તપાસ કરવાનો હતો જેમાં મોટી સંખ્યામાં જોડાઈ ફી હેલ્થ ચેકઅપ કરી સમરસતા અને માનવતા એજ અમારો ધર્મ છે એ સિદ્ધ કર્યું હતું. ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા લોકસમૂહને હેલ્થ તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગામ લોકોને વધુને વધુ જોડાવાની અપીલ કરાઈ હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!