ભરૂચ દુધધારા ડેરી ચૂંટણીમાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના ૬ ઉમેદવારો પક્ષમાંથી બરતરફ 

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

પ્રદેશ ભાજપ CR પાટીલના મેન્ડેટ વિરુદ્ધ જઈ ધારાસભ્યે ઉતારી હતી પેનલ

– ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મેન્ડેટનું ઉલ્લંઘન કરનારને પક્ષ માંથી આપ્યું પાણીચું

– વાગરા MLA ની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ 

– નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્સનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા

ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા MLA ની પેનલના ૬ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી સક્રિય અને પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કરતા દૂધધારા ડેરી ની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કોરડો વિંઝયો છે.ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનાર ૬ સભ્યોને પક્ષ માંથી બરતરફ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે.

​ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સહકાર વિકાસ પેનલના ૬ ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે.જેમાં

​પાર્ટી માંથી બરતરફ કરવામાં આવેલ અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ,જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ,જંબુસરના નટવરસિંહ પરમાર,હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે.

દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રણાની પેનલના ૩ ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું.તેમ છતાં વાગરા MLA અરૂણસિંહ રણાએ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી.ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી ૧૯ મી સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ મતદાન યોજાશે.મતદાન બાદ ૨૦ મી એ થનાર મતગણતરીમાં દુધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે.

હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત હાંસોટ તાલુકાના ધમણાદના વિનોદ પટેલ,જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષ માંથી બરતરફ કરાયા છે.નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્સનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ૧૫ બેઠકો પૈકી ૧૨ બેઠક માટે ઘનશયમ પટેલ અને ૩ બેઠક માટે અરૂણસિંહ રણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા.મેન્ડેટ છતાં અરૂણસિંહ રણાની પેનલ માંથી ૧૨ લોકોએ અપક્ષ ઉમેદવારી કરી હતી.જોકે પ્રદેશ માંથી અરૂણસિંહ રણાના શાંતાબેન પટેલ અને નટવરસિંહ પરમાર ને મેન્ડેટ આપવામાં આવ્યા હોવા છતાં ભાજપ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પ્રદેશના આદેશથી સક્રિય તેમજ પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરતા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે.દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સામ સામે છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!