દહેજ ખાતે ટેન્કરે મોટર સાયકલને અડફેટમાં લેતા ૧૬ વર્ષીય કિશોરનું કરુણ મોત : ટેન્કર ચાલક ફરાર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દહેજ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે,ત્યારે આજે વાગરા તાલુકાના દહેજ ખાતે એક વધુ ગંભીર અકસ્માત સર્જાયો હતો.એક ટેન્કરની અડફેટમાં આવતા મોટરસાયકલ સવાર ૧૬ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ દહેજના ટાવર ફળિયામાં રહેતા સંજય માધવ વાળંદ તેમના સાઢુના દીકરા, ૧૬ વર્ષીય હિમાંશુ સાથે મોટર સાયકલ પર નાસ્તો લેવા ગયા હતા.નાસ્તો લઈને પરત ફરતી વખતે એક ટેન્કરે તેમની મોટર સાયકલને અડફેટમાં લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર ટક્કરમાં માસા-ભાણેજ બંને મોટર સાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા. કમનસીબે હિમાંશુ ટેન્કરના વ્હીલ નીચે આવી ગયો, જેના કારણે તેનું માથું છુંદાઈ ગયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની જાણ થતા જ દહેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ભરૂચ જિલ્લામાં વધી રહેલા અકસ્માતોને કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે. આ અગાઉ ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટમાં લેતા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!