વાગરાના ડેપો સર્કલ નજીકની ત્રણ દુકાનો તસ્કરોએ નિશાન બનાવી – એક દુકાન માંથી હજારોની મત્તા ચોરાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાગરા, ભરૂચ

વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે.તસ્કરોએ એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું.પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા. જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરાને ઓજાર વડે ખોલીને ચોરીને અંજામ આપ્યો છે.

વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં તસ્કરોએ એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું. જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરાને ઓજાર વડે ખોલીને ચોરીને અંજામ આપતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા આથી દુકાનનું નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી. આ ચોરીનો ભોગ બનેલી એક દુકાન ચિકન સેન્ટરની હતી. તસ્કરોએ પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મતા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો.હાલ આ દુકાન માંથી શું ચોરાયું છે તેની વિગતો જાણવા મળી ન હતી કારણ કે દુકાન માલિકો દ્વારા હજુ તપાસ ચાલી રહી છે. વેપારીઓ દ્વારા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડે તેવી માંગ કરવામાં આવી રહી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!