ભરૂચ SOGએ અંકલેશ્વરના જીતાલી ગામેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમની કરી અટકાયત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર મળી આવતા કાર્યવાહી

ભરૂચ એસઓજી એ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. વડોદરા વિભાગ પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ તેમજ ભરૂચ જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ જેવી પ્રવૃતિ પર નિયંત્રણ લાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી તથા પીઆઈ એ.એચ.છૈયાએ એસઓજી ટીમને એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને ઝડપી પાડવા સુચના આપેલ દરમ્યાન એસઓજી ટીમને બાતમી મળેલ કે જીતાલી ગામથી સેંગપુર તરફના રસ્તા પર જીતાલી ગામના તળાવ નજીક એક ઈસમ ગેરકાયદેસરનું હથિયાર લઇને ફરે છે. એસઓજી ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરીને નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત નામના ઇસમ પાસેથી બિનઅધિકૃત રીતે કોઇ આધાર પુરાવા કે પરવાના વગરની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ (અગ્નિશસ્ત્ર) કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ની કબ્જે લીધી હતી અને આ ગુના હેઠળ સદર ઈસમ નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને ઝડપી લઈને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!