કાલોલમાં ગોલ્ડન ઈલેક્ટ્રીકલ્સ નામની દુકાનમાંથી અજાણ્યા ચોર ઈસમોએ 1.17 લાખની કિંમતની બેટરીઓ અને અન્ય સામાનની ચોરી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

કાલોલમાં ગોલ્ડન ઈલેક્ટ્રીકલ્સ નામની દુકાનમાંથી અજાણ્યા ચોર ઈસમોએ 1.17 લાખની કિંમતની બેટરીઓ અને અન્ય સામાનની ચોરી કરી છે. દુકાનના માલિક હુસેનભાઈ સત્તારભાઈ જીવાએ કાલોલ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગોનુસાર ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ, આજે સવારે આઠ વાગ્યે એક ગ્રાહકનો ફોન આવ્યો. ગ્રાહકે જણાવ્યું કે દુકાનનું શટર અડધું ખુલ્લું છે અને કોઈ હાજર નથી. હુસેનભાઈ તરત જ દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે શટરના બંને બાજુના લોક તૂટેલા હતા. દુકાનની અંદર સામાન વેર-વિખેર પડ્યો હતો. ચોરોએ એક્સાઈડ કંપનીની 14 નવી ફોરવ્હીલ ગાડીની બેટરીઓ (કિંમત રૂ. 77,781), જુની 30 બેટરીઓ (કિંમત રૂ. 30,000), ત્રણ સ્ટાર્ટર (કિંમત રૂ. 6,000) અને બે ઓલ્ટરનેટર (કિંમત રૂ. 4,000)ની ચોરી કરી છે.આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં માલસામાન મળ્યો નથી. હુસેનભાઈએ તેમના મોટા ભાઈ ફારૂક અબ્દુલ સત્તાર જીવા સાથે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ વિષે ગોલ્ડન બેટરીના માલિક હુસેનભાઇ ના જણાવ્યા અનુસાર ‘’હું સાંજે દુકાન બંધ કરી ઘરે ગયો હતો સવારે એક ગ્રાહક નો ફોન આવ્યો કે તમારું શટર ખુલ્લું છે અને કોઈ નથી હું તાત્કાલિક સવારે દુકાને પહોંચતા જ ખબર પડી કે દુકાનમાં ચોરી થઈ ગઈ છે મારી દુકાનની અંદરથી આશરે દોઢ લાખ રૂપિયાની બેટરીની ચોરી થઈ ગઈ હતી“

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!