ઢાઢર નદીનું જળસ્તર વધતા વન વિભાગની ટીમે લોકોને સલામત જગ્યાએ જવા મોટીવેટ કર્યા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા આમોદ વન વિભાગની ટીમે નદી કાંઠાના અસરગ્રસ્ત ગામોમાં ફરી લોકોએ સલામત જગ્યાએ રહેવા સમજાવ્યા હતા.

નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે પોતાના બીટ ગાર્ડ વિપિન પરમાર તેમજ અનિલ પઢિયારની ટીમ બનાવી આમોદ તાલુકાના ઢાઢર નદીના પૂરથી અસરગ્રસ્ત બનેલા કાંકરિયા પુરસા, વાસણા વાડીયા, મંઝોલા ગામની મુલાકાત લીધી હતી અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં આવન જાવન કરતા લોકોને પાણીથી સલામત જગ્યાએ ખસી જવા સમજાવ્યા હતા. હાલમાં ઢાઢર નદી બે કાંઠે વહેતી હોય મગરો પણ આસપાસના ગામોમાં ફરવા લાગતા લોકોમાં ડર ફેલાયો છે. ત્યારે નદી નાળાના પાણીમાં મચ્છી મારી કરતા તેમજ લાકડા વીણી મજૂરી કામ કરતા લોકોને વન વિભાગની ટીમે સમજાવી તેમને સલામત જગ્યાએ રહેવા માટે મોટીવેટ કર્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!