ખેડા,
આજરોજ મહુધા પી.એમ શ્રી કુમાર શાળા ખાતે સરકાર શ્રી દ્વારા આપેલ સ્કુલ બેગ, પાણીની બોટલ, તથા લંચ બોક્સ નું વિતરણ પી.એમ શ્રી કુમાર શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ શાહ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું.
મહુધા સી.આર.સી. શૈલેષભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પી.એમ.શ્રી કુમાર શાળાના શિક્ષકો દ્વારા તથા વિદ્યાર્થીઓને સી.આર.સી.કો. ઓર્ડીનેટર શ્રીશૈલેષભાઈ દ્વારા પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને સમજણ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓને કીટ અપાતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા સરકારશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ધ ન્યૂઝ રિપોર્ટર : બિલાલ ખત્રી – જેતપુર, છોટાઉદેપુર





