ભરૂચ,
– પ્રકાશ દેસાઈ બિન હરીફ થયા બાદ 14 બેઠક માટે 19 મી સપ્ટેમ્બરે ચૂંટણી.
ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિને પણ ભાજપના બંને અગ્રણીઓની પેનલ વચ્ચે નો જંગ નિશ્ચિત થયો છે તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જીત ના વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ ને સમર્થન હોવાનું પણ કહ્યું છે.
ભરુચ જિલ્લાની અગ્રીમ હરોળ ની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરી ની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણી માં ભાજપ ના મેન્ડેટ ને અવગણી ને ભાજપ ના જ બે અગ્રણીઓ એવા ધારાસભ્ય અરુણ સિંહ રણા તેમજ નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ ની પેનલ આમને સામને ચૂંટણી જંગમાં છે. જોકે ચૂંટણી પહેલા જ અરુણ સિંહ રણા ની પેનલના પ્રકાશ દેસાઈ ની સામેના દીપક પાદરીયાએ પોતાનું ફોર્મ ખેંચી લેતા તેઓ ઉમ્મલા બેઠક પર બિન હરીફ વિજેતા થયા છે જેથી હવે ચૌદ બેઠક માટે 19 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. અરુણ સિંહ રણા પોતાની પેનલ ભાજપ સમર્થિત હોવાનું કહી પેનલ નો વિજય નો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
ભાજપની બે પેનલ ની સાથે પૂર્વ વાઇસ ચેરમેન અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ બે બેઠક પર ચૂટણી જંગમાં છે તેઓ વિજય નો વિશ્વાસu વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ ની સાથે હોવાનું કહી ભાજપ હવે મેન્ડેટ ને અવગણવા બદલ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તેવો પ્રશ્ન પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દૂધધારા ની ચૂંટણીમાં કુલ ૧૫ બેઠકમાં ઘનશ્યામ પટેલની પેનલ ના ૧૨ અને અરૂણસિંહ રણાની પેનલ ના ૩ ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મેન્ડેટ આપ્યો છે પણ ભાજપ ના મેન્ડેટ બાદ પણ ભાજપના બે અગ્રણીઓની પેનલો વચ્ચે જંગ ફોર્મ ખેંચવાના અંતિમ દિન બાદ પણ યથાવત રહ્યો છે.





