શહેરા તાલુકાના મંગલપુર ગામમાં જંગલ તળાવના પાણી નિકાલનો મુદ્દો ગરમાયો – મામલતદારને આવેદન અપાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

શહેરા, પંચમહાલ

મંગલપુર ગામમાં જંગલ તળાવના પાણીના નિકાલને લઈ શહેરા ટી.ડી.ઓ અને મામલતદાર ને આવેદનપત્ર આપયું.

માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલપુર ગામના સર્વે નં. 15 પર આવેલ જંગલ તળાવનો વેસ્ટવે, એટલે કે અવણો, ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માતરીયા ગામની સીમ પર રમેશભાઈ હિંમતસિંહ બારીઆ અને તેમના ભાઈ રંજનભાઈએ માટી અને પથ્થર નાખીને અવણોનો પુરણ કરી અને વચ્ચે ફક્ત બે નાળા રાખ્યા છે. પરિણામે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને પાણીની સપાટી પાંચથી છ ફૂટ સુધી વધી જાય છે. ત્યારે આ પાણી નિકાલની સમસ્યાના કારણે મંગલપુર ગામના અંદાજે 15થી 20 ખેડૂતોએ પોતાના ડાંગરના પાકમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે. વર્ષ 2024માં પણ આવો જ બનાવ બન્યો હતો અને તે સમયે તાલુકા તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી.

ખેડૂતોનું કહેવું છે કે તળાવનો પાછળનો ભાગ સાહુડી વિસ્તારમાં છે અને તળાવના ઉડા-ઉડા દર હોવાને કારણે ક્યારેક તળાવ તુંટી જવાની પણ શક્યતા છે. હાલ તળાવનો વિસ્તાર આશરે ચાર કિલોમીટર સુધી ફેલાયેલો છે અને પાણીની આવક 20 કિલોમીટર વિસ્તારથી થઈ રહી છે. વરસાદી માહોલમાં તળાવનું પાણી વધુ વધી જતાં આસપાસના ખેડૂતોએ જોખમ અનુભવવું પડે છે.

ગામલોકો અને ખેડૂતો દ્વારા મંગલપુર તથા માતરીયા ગામના સરપંચઓ તેમજ તાલુકા પ્રતિનિધિઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ હવે ફરીથી જિલ્લા તંત્રને નમ્ર વિનંતી કરી છે કે સ્થળ ઉપર આવીને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.

ખેડૂતોનો આક્ષેપ છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો તળાવ તુંટી જવાની સંભાવના છે, જેનાથી મોટાપાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – જેતપુર પાવી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!