કાલોલ, પંચમહાલ
કાલોલ ભાજપ મહિલા મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની માતા વિશે બિહારમાં રાહુલ ગાંધી અન્ય નેતાઓ દ્વારા અભદ્ર અને અપમાનજનક ટિપ્પની કરવાના વિરોધમાં કાલોલ તાલુકાની મહિલા મોરચાની બહેનો અને સંગઠનના હોદ્દેદારોએ મામલતદારને આવેદનપત્ર આપી તાલુકા પંચાયત પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારો દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસે જઈ ઉગ્રસૂત્રોચાર કરી એક લેખિત આવેદન પત્ર વિશાલભાઈ મામલતદારને આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પૂર્વ મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, ભાજપા શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, તાલુકા પ્રમુખ મહેદિપસિંહ, નગરપાલિકા નગરસેવકોમાં પ્રમુખ હસમુખભાઈ, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ ગોપાલભાઈ પંચાલ, કૃષ્ણકાંતભાઈ, મહિલા મોરચાના ચેતનાબેન, નગરપાલિકાના મહિલા નગરસેવકોમાં શેફાલીબેન ઉપાધ્યાય, જ્યોત્સનાબેન કિયા શાહ, પારુલ બેન પંચાલ, અંજનાબેન પારેખ સહિત વિવિધ મહિલા મોરચાના અગ્રણીઓ રેલી સ્વરૂપે ઉપગ્રહ સૂત્રોચાર કરી હાય હાય ના નારા લગાવી કલોલ મામલતદારને આવેદનપત્ર આપી અને આ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મહિલા મોરચાની અને ભાજપના હોદ્દેદારોની માંગ હતી અને જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ
