કાલોલ, પંચમહાલ
કાલોલ નગરમાં તાલુકા પંચાયત સામે વડોદરા ગોધરા નેશનલ હાઈવે માર્ગ પર હાઇવે ના મોટા ખાડામાં સ્વીફ્ટ કાર ફસાતા મોટો અકસ્માત થતા બચી ગયો હતો. આજના દિવ્ય ભાસ્કરમાં કાલોલ હાઇવે પર ખાડાના લીધે અકસ્માતાનો ભય છે તેવા અહેવાલ પ્રસિદ્ધ થયા અને બીજા જ દિવસે સ્વીફ્ટ કાર ફસાઈ હતી. મહા મહેનતે સ્થાનિક નાગરિકો હોમગાર્ડ જવાન દ્વારા આ સ્વીફ્ટ કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ કારમાં સવાર લોકો ફસાઈ જતા ગભરાઈ ગયા હતા અને દૂર દૂર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ નેશનલ હાઈવે પરના ખાડાઓ તાત્કાલિક અસરથી જે પણ સરકારી તંત્રને લાગુ પડતું હોય તે ટોલટેક્સ વાળા હોય કે આર એન્ડ બી વિભાગ હોય કે ગુજરાત સરકાર હોય કે નેશનલ હાઈવે ઓથોરિટી હોય બધાએ આ ખાડાઓને ધ્યાનમાં લઇ તાત્કાલિક અસરથી ખાડો પુરવાની કામગીરી કરવી જોઈએ નહીં તો કોઈ મોટો અકસ્માત કાલોલ ના હાઇવે પર રાહ જોતો હોય તેવું લાગે છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો રાહદારી આ ખાડાઓને તાત્કાલિક અસરથી સમારકામ કરાવવા માટે ખૂબ જ ઉગ્ર આક્રોશ વાહન ચાલકોમાં જોવા મળ્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સામેના હાઇવે પર એક ટેમ્પો ટાયર ફાટવાની કારણે ફસાયેલો હતો અને આજે આ સ્વીફ્ટ કાર ખાડામાં ફસાવવાની બીજી ઘટનાથી વાહનચલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ