ગોલવાડ પ્રાથમિક શાળાના બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચાર : બીમ કોલમ બેસી જતા નવા બનતા શાળાના મકાનના ગુણવત્તા સામે સવાલો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ,

આમોદ નગરમાં ગોલવાડ પ્રાથમિક શાળા નંબર – ૩ નું હાલ ૬૩ લાખથી વધુના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ રાજકોટની એજન્સી દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતા શાળાના નવા બનતા મકાનના ગુણવતા સામે સવાલો ઊભા થયા છે ત્યારે સ્થાનિક લોકોએ ફરીથી બીમ કોલમ ભરવા મીડિયા સમક્ષ માંગ કરી હતી.

ગોલવાડ પ્રાથમિક શાળા જર્જરીત બનતા હાલ રૂપિયા ૬૩ લાખના ખર્ચે શાળાના નવા મકાનનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેમાં રાજકોટની એજન્સીને કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હતો જે એજન્સી દ્વારા હલકી ગુણવત્તાની રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા ચાલુ વરસાદમાં બીમ કોલમ ભરવાનું કામ રાત્રીના અંધકારમાં ચાલુ રાખવામાં આવ્યું હતું. વરસાદ પડતા જ બીમ કોલમ બેસી જતા તિરાડો પડી હોવાનું દેખાઈ રહ્યું છે જેથી સ્થાનિક લોકોમાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. કોન્ટ્રાકટર દ્વારા લાઈન લેવલ કર્યા વગર જ નબળી કામગીરી કરતા બાળકોના ભવિષ્ય સાથે ચેંડા થતા હોય તેમ જોવા મળ્યું હતું. શાળાનું મકામ બનાવતી રાજકોટની એજન્સીના હાજર સ્થાનિક સુપરવાઇઝરે ગોલ- ગોલ જવાબ આપ્યા હતા. શાળાની મજબૂતીનો પાયો ગણાતા બીમ કોલમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા સ્થાનિકોમાં એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા શાળાના મકાનની હાલમાં ચાલતી કામગીરીને લાઈન લેવલ કરી ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!