નેત્રંગના ચંદ્રવાણ ગામ નજીક ટેમ્પો અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ સવાર બે ઈસમોના મોત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

નેત્રંગ, ભરૂચ

મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે તેની સાથેના અન્ય ઈસમનું સારવાર દરમ્યાન મોત થયું

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ નજીક એક ટેમ્પો અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ૪૧ વર્ષીય ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.જ્યારે તેની સાથેના અન્ય ઈસમને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે રાજપીપલા લઈ જવાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું પણ મોત થયું હતું.

ઘટનાની મળતી વિગતો અનુસાર નેત્રંગના લાલ મંટોડી ખાતે રહેતો રમણભાઈ શનાભાઈ વસાવા ગતરોજ તા.૬ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં મોટર સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. બપોરના સવા ચાર વાગ્યાના સમયે તેના પરિવારને જાણ થઈ હતી કે રમણભાઈની મોટરસાયકલને ચંદ્રવાણ ગામ નજીક અકસ્માત થયો છે. આ જાણીને તેના પિતા શનાભાઇ ઘટના સ્થળે ગયા હતા, ત્યાં સ્થળ ઉપર તેમનો પુત્ર રમણભાઈ ગંભીર રીતે જખ્મી થતાં તેનું ઘટનાસ્થળેજ મોત થયેલ હતું તેમજ રમણભાઈની સાથેના અન્ય ઈસમ જીવરાજભાઈ પ્રભાતભાઈ વસાવા રહે.લાલ મંટોડી નેત્રંગના પણ ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલા હતા. સ્થળ ઉપર રમણભાઇની મોટર સાયકલ પડેલી હતી તેમજ નજીકમાં એક છોટા હાથી ટેમ્પો અકસ્માત થયેલ હાલતમાં ઉભેલો હતો. ઈજાગ્રસ્ત જીવરાજભાઈ વસાવાને નેત્રંગ સરકારી દવાખાનામાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજપીપલા લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

અકસ્માતની મળતી વિગતો મુજબ મૃતક રમણભાઈ તેની સાથેના જીવરાજભાઈ સાથે રમણપુરા તરફથી નેત્રંગ તરફ મોટર સાયકલ લઈને જતો હતો તે દરમ્યાન ચાર વાગ્યાના સમયે ચંદ્રવાણના બસ સ્ટેન્ડ નજીક એક છોટાહાથી ટેમ્પોએ મોટર સાયકલને અડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેમ્પો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતક રમણભાઈના પિતા શનાભાઈ ઉર્ફે શનિયાભાઈ દાદલભાઈ વસાવા રહે.લાલ મંટોડી નેત્રંગનાએ અકસ્માત કરી ઘટના સ્થળે તેનું વાહન મુકી નાશી જનાર ટેમ્પો ચાલક સતિષ ચીમનભાઈ વસાવા રહે.લાલ મંટોડી નેત્રંગના વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!