ભાજપ સામે લોક આક્રોશ : મત ચોરીના આક્ષેપો વચ્ચે “વોટ ચોર, ગાદી છોડ”ના નારા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર, ભરૂચ

અંકલેશ્વર હાંસોટ ખાતે યોજાયેલી વોટર અધિકાર જનસભામાં ભાજપ વિરુદ્ધ તીખો આક્રોશ જોવા મળ્યો. જનસમૂહે “વોટ ચોર, ગાદી છોડ”ના નારા સાથે મત ચોરીના આક્ષેપો ખુલ્લેઆમ ઉચ્ચાર્યા. લોકશાહીમાં મતાધિકાર એ પ્રજાનો પવિત્ર હક છે જો આ હક સાથે છેડછાડ થાય, તો તે લોકો માટે અસહ્ય બને છે. હાંસોટના માહોલે બતાવી દીધું કે લોકો હવે ચૂપચાપ રહેવા તૈયાર નથી. તેઓ પોતાના અધિકાર માટે રસ્તા પર ઊતરીને સત્તા સામે લડવા સંકલ્પબદ્ધ છે. ભાજપ સામે ઉઠેલા આક્ષેપો ભલે રાજકીય હોય, પરંતુ જનમાનસનો ઉકળાટ એ હકીકત છે. આક્રોશથી સ્પષ્ટ થાય છે કે પ્રજા હવે અન્યાય સહન નહીં કરે. જો મતાધિકાર પર પ્રહાર થશે તો તેનો જવાબ જનતા પોતે આપશે – બૂથ પર, નારા સાથે અને આંદોલન દ્વારા. લોકશાહી માત્ર એક શબ્દ નથી, પરંતુ પ્રજાની શક્તિ છે. હાંસોટમાં ગુંજેલા નારા એ ચેતવણી છે કે હવે મત ચોરી નહીં ચાલે. આ પ્રસંગે ભરૂચ કોંગ્રેસ જીલ્લા પ્રભારી ભીખાભાઈ રબારી, મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, તાલુકા પ્રમુખ ગિરીશ ભાઈ પટેલ, શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની, કોંગ્રેસ પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા સહિત મોટી મોટી સંખ્યામાં કોંગી જનો હાજર રહ્યા હતા. હાસોટ ખાતે કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!